નવસારીની આ પારસી લાઇબ્રેરી આશરે 500થી 700 વર્ષ જૂના પુસ્તકોનો અમૂલ્ય ખજાનો ધરાવે છે. લાઇબ્રેરીયનનું કહેવું છે કે અહીં અમૂક એવાં પુસ્તકો છે જે દુનિયામાં અન્ય કોઈ પણ જગ્યાએ જોવા નહીં મળે. આ લાઇબ્રેરીનું નામ મહેરજી રાણાના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેઓ પારસી સમુદાયના પ્રથમ દસ્તૂર એટલે કે મુખ્ય પૂજારી હતા.
↧